STORYMIRROR

Satish Sakhiya

Others

2  

Satish Sakhiya

Others

જવું છે.

જવું છે.

1 min
13.9K


અંતરમાં તમારા ઊતરી જવું છે, 

ચીલો જગતથી ચિતરી જવું છે. 

જેને જેમ કહેવું હોય એમ કહે, 

દુનિયા સાથે બાખડી જવું છે. 

ચાહે છે જે તેના દિલમાં રહેવું ને, 

ધિક્કારનારનાં દિલ બાળી જવું છે. 

માનજો જેવો માનવો હોય એવો, 

જિંદગી પર દિલથી વારી જવું છે. 

છુપાવ્યુ નથી કશું કોઈથી કદીયે, 

સચ્ચાઈથી દિલ સૌનું હરી જવું છે. 

કાયમ થોડું થોડું મરવું નથી અહીં, 

એક જ ઝાટકે મારે તો મરી જવું છે. 

ફિકર શું કરવી "સતીષ" નાદાન તણી, 

શાણાની આંખો ભીની કરી જવું છે.


Rate this content
Log in