STORYMIRROR

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

હશે

હશે

1 min
27.2K


શક્ય છે પાલવ જરા ભીનો હશે,

આપણો સંબંધ આ કૂણો હશે.

એટલે પામી ગયા આ જિંદગી,

પ્રેમ સંગાથી જો ભવ જૂનો હશે.

કેમ એણે પારખી લીધો મને?

પાંપણે લ્યો આંસુનો ડૂમો હશે.

એટલે જખ્મો રહે છે શાંતિથી,

વેદનાને બેસવા ખૂણો હશે.

મોત હો 'આભાસ' તારૂં વૈભવી,

ત્યાં કબરનો ઓટલો રૂડો હશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy