STORYMIRROR

Darsh Chaudhari

Inspirational Tragedy

3  

Darsh Chaudhari

Inspirational Tragedy

યાદ આવે છે

યાદ આવે છે

1 min
28K


હતું કેવું એ સંબંધોનું વળગણ યાદ આવે છે,

ને હતું કેવું સીધું એ સગપણ યાદ આવે છે.

પિતાની આંગળી છોડીને હું ચાલતા શીખ્યો,

ખોવાયું શહેરમાં મારું બાળપણ યાદ આવે છે.

એ ચોરીવાડની ગામની વચ્ચેની ચોળાપીપળી,

ને ચંપેશ્વરના રૂડા મંદિરનો બગીચો યાદ આવે છે.

નાની સાઇકલ લઈને લગાવેલી રેસો સાથે,

નાની નાની વાતોમાં કરેલો કીત્તા-બુચ્ચાનો પ્રેમ યાદ આવે છે.

લખવા બેસું તો યાદોના પાનાં ભરાઈ જાય પરંતુ,

એવું રૂડું મારૂં ચોરીવાડ ગામ મને બહું યાદ આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational