લટકતી તલવાર
લટકતી તલવાર


દોસ્તીના સંબંધ ને નજર શું લાગી છે એવી,
આજે સંબંધના નામે માથે તલવાર લટકે છે;
હસતી ને હસાવતી આજે ઊડી શું ગઈ છે એવી,
આજે હ્રદયના બારણે એક યાદી ખડકે છે;
'તું ઓળખતો નથી' કહી ચાલી શું ગઈ છે એવી,
એ શબ્દોનું વજન આંસુમાં હજુય આંખે ફરકે છે.