STORYMIRROR

Bharat Darji Aabhas

Inspirational Tragedy

3  

Bharat Darji Aabhas

Inspirational Tragedy

જો બેઠો

જો બેઠો

1 min
27.7K


જો પીડાને હૈયામાં દફનાવી બેઠો,

આંખોમાં હું અશ્રુને શણગારી બેઠો.

મારી સાથે તારા સપનાઓ ઝૂલે છે,

કિસ્મતથી આ રાતોને પ્રગટાવી બેઠો.

તુજને પાછી વાળી'તી, છે એ પસ્તાવો,

હાથેથી જો મંઝિલને ઠુકરાવી બેઠો.

મારા પાપોના લીધે જાગે છે પીડા,

પુણ્યોને આડા હાથે ભૂલવાળી બેઠો.

સાચી લાગી'તી દુનિયાની આંખે વાતો,

ખોટી વાતે હૈયાને વટલાવી બેઠો.

છોડી દુનિયાની માયા, ખોજી રહ્યો ભીતર,

મારા મનમાં આભાસી અલગારી બેઠો.

દરવાજા વાસી અંદર ગુમસુમ 'આભાસ',

ને હૈયે અંધારાને પધરાવી બેઠો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational