ઉદાસ જિંદગી
ઉદાસ જિંદગી
હસતી થયેલી જિંદગી થોડી ઉદાસી થઇ,
જીવી જવાનું છે હવે પાછા નિરાશ થઇ.
ભીના હ્રદયની ચાહતે મનની લગન લગી,
કિંતૂ ઘડેલી ના મળી મુર્તિ તરાશ થઇ.
ચાહત જગેલી જે કદી પામી શક્યા નહીં,
હસ્તી ગમેલી શોધવા ભારી તપાસ થઇ.
સ્નેહે ભરેલા ભાવથી મળતાં હતાં સદા,
તડપી રહ્યાં છે આજ તે મનની ખટાસ થઇ.
વાગી રહેલાં દામને કાંટા નસીબના,
આવી મળ્યા છે તાણની તીખી ખરાશ થઇ.
માસૂમ થયેલા ઘાવ છે ભીતર દબાયલાં,
ભોંઠા પડીને આખરે વેઠે હતાશ થઇ.