હ્રદયથી
હ્રદયથી
એ હ્રદયથી આજ આંકી ગયા,
ને ઇરાદા એમના ભાંગી ગયા.
જિંદગીની આ કૃપા છે એમની,
થીંગડાંથી શ્વાસને સાંધી ગયા.
પ્રેમ જેવો વેશ ધારણ એ કરી,
વેદનાને ભીંત પર ટાંગી ગયા.
જોઈને! એની વચનની માંગણી?
મોત ઓચિંતી હસી માંગી ગયા.
જીવવા 'આભાસ' આ મજબૂર છે,
જીવતર મારુ ફરી ટાંકી ગયા.