STORYMIRROR

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

દિલમાં

દિલમાં

1 min
26.7K


રોજ આ દિલમાં નવા દર્દો ભલા સચવાય છે,

શું વિતે છે આ દિલે એ ક્યાં તને સમજાય છે?

પ્રાર્થના તો રોજ કરું છું મોત માટે ઓ ખુદા, 

ને તને ક્યાં કાનમાં એ વાત જો અથડાય છે.

એ બનાવીને દિવાનો છેતરી કેવા ગયા?

આ હ્રદયનો પ્યાર મારો કેટલો જો ગભરાય છે.

કેમ કે વિશ્વાસ બેસે આ હ્રદયને પ્યારમાં,

પ્રેમમાં એ તો વચન આપી સદા પલટાય છે.

વાટ તો 'આભાસ' તારે જોવી જોશે મોતની,

માંગવાથી વિશ્વમાં ક્યાં ગમતી ક્ષણ સર્જાય છે


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy