STORYMIRROR

Jiten Buddhbhhati

Inspirational Tragedy

3  

Jiten Buddhbhhati

Inspirational Tragedy

માનવી

માનવી

1 min
27.6K


પથ્થરને પણ ઇશ્વર માને છે માનવી,

જીવતેજીવ નરને ઠોકર મારે છે માનવી.

શિવનાં શિવલિંગે જળાભિષેક કરે દુગ્ધથી,

ક્ષુધાથી ટળવળતાં રાંકને ભૂખે મારે છે માનવી.

જોઇએ મતલબી શખ્શીયતને ઇશ્વરીય ગરજ,

વિના કારણસર કયાં કોઇને કદી નમે છે માનવી.

શાસનધુરા પામવાની અભિલાષા લાલસાકાજ,

શલ્તનતને ઉંધી ઝુકાવવા મચી પડે છે માનવી.

જોઇ જગતનાં એ સ્વાર્થ વિશે શું શું કહે 'જીત',

મળે જો એને ખરીદનાર લાશ વેચે છે માનવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational