STORYMIRROR

Jiten Buddhbhhati

Romance

3  

Jiten Buddhbhhati

Romance

તું ને હું

તું ને હું

1 min
12.9K


ન જાણે કેવા હાલમાં છીએ તું ને હું 

ઉલઝનભર્યા ખ્યાલમાં છીએ તું ને હું 

નથી મળતી મિસાલ એ શી રીતે કંઇ

એના એકાદ કિસ્સામાં છીએ તું ને હું 

હારી રહ્યું છે કોણ જાણે એ ત્રીજું ખેલમાં 

શતરંજની એ ચાલમાં છીએ તું ને હું 

અખબારની એ યાદી બનીને રહી ગયાં 

જાણે ફરી કોઇ બબાલમાં છીએ તું ને હું 

જવાબ એનો દેવો જરૂરી નથી 'જીત' 

ને કયાં કોઇ સવાલમાં છીએ તું ને હું 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance