STORYMIRROR

Jiten Buddhbhhati

Fantasy

3  

Jiten Buddhbhhati

Fantasy

જિંદગી

જિંદગી

1 min
13.2K


કયાંક અમીર તો કયાંક ગરીબ છે જિંદગી,

કયાંક તૃપ્ત તો કયાંક તરસી છે જિંદગી.

કૃષ્ણ સુદામાની નિસ્વાર્થ મૈત્રી ફલશ્રુતિરૂપે,

કયાંક મહેલે તો કયાંક ઝુપડીએ છે જિંદગી.

તરોતાજ સૂયઁમૂખીનાં એ અનુપમ પ્યારને કાજ,

કયાંક આકાશે તો કયાંક જમીને છે જિંદગી.

કોયલકંઠે સુરીલી સાત સૂરની સૂરાવલી કાજ,

કયાંક વસંત તો કયાંક પાનખર છે જિંદગી.

અવનવા રૂપરંગે ભલે બદલતી હોય જિંદગી,

કહે 'જીત' સૌને અહિં થતી એકરૂપ છે જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy