STORYMIRROR

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

તું દે હવે

તું દે હવે

1 min
26.9K


દ્વાર ભીતરનાં તું ખોલી દે હવે,

જાત ખોવાઈ તે ખોળી દે હવે. 

બેવફા નિર્દોષ સાબિત થાય તું , 

તો ગુનો મુજ પર એ ઢોળી દે હવે.

જિંદગી આપી તને મેં દાનમાં,

વેદનાને આજ જોખી દે હવે.

મંઝિલે પ્હોંચી નવા અવતાર હો,

રાહ એવી જીવવા નોખી દે હવે.

જિંદગી સસ્તી હતી 'આભાસ'ની,

એટલે ઇશ મોત મોંઘી દે હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy