યૌવનનો જાદુ
યૌવનનો જાદુ
રાત પૂરી થઈ અને મહેંકતી સવાર થઈ ગઈ,
હ્રદય મારૂં ધડક્યુ અને તારી યાદ આવી ગઈ,
આંખોએ અનુભૂતિ કરી સરકતી હવાઓની,
તારો સ્પર્શ કરતી કરતી મારી પાસે આવી ગઈ.
આંખો ખોલીને જોયું તો તુ સામે આવી ગઈ,
નજર મળતાની સાથે તુ જામ છલકાવી ગઈ,
મારા તનને એવી અસર થઈ છલકતી જામની,
જામ પીધા વિના મારા રોમ રોમ લહેરાવી ગઈ.
તારા યૌવનના જાદુથી મને ભાન ભુલાવી ગઈ,
મને મદહોંશ થતો જોઈને હવા પણ થંભી ગઈ,
મધુર સરગમ તેં રેલાવી તારા હુંફાળા શ્ચાસોની,
તુ શરમાઈને "મુરલી" ના હ્રદયમાં જ સમાઈ ગઈ.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

