દિલમાં વસનારી
દિલમાં વસનારી
અદૃભૂત સુંદરતા છે તારી,
તું છો મારા સપનાની રાણી,
સૂરત તારી લાગે છે મુજને,
શિતળ ચાંદની રેલાવનારી.
તું ધડકન છો મારા દિલની,
શ્ચાસોની સરગમ રેલાવનારી,
સાદ તારો લાગે છે મુજને,
કોયલ ટહૂંકે કજરાળી કાળી.
હું છું રાગ, તું રાગિણી મારી,
પ્રેમની શરણાઈ વગડાવનારી,
પ્રેમ દિવાનો બનાવ્યો તે મુજને,
સપનામાં રોજ સતાવનારી.
દિલમાં વસાવી છે છબી તારી,
પ્રેમની મધુર મૂરત છો મારી,
સુંદર પરી તું લાગે છે "મુરલી",
મારા દિલમાં સદાય વસનારી.

