STORYMIRROR

Nana Mohammedamin

Fantasy

4  

Nana Mohammedamin

Fantasy

એકલવાયો નથી હું

એકલવાયો નથી હું

1 min
54

એકલો છું હું પરંતુ જરાય એકલવાયો નથી હું,

દેખાય છે બધુ જ મને પરંતુ આંધળો જરાય નથી હું.


દુન્યાના રંગ રૂપ જોવા ગલી ગલીએ ભટકું,

સમજાય છે બધુ જ એટલો પણ ભોળો જરાય નથી હું. 


જોશ હોશ જરાય ખોવાયા નથી મારામાં,

બસ! તમારી જેમ ચાલતો ફરતો મુર્દા જરાય નથી હું.


વિચારો એમ દુનિયાથી કોઈ દુશ્મની નથી મારી,

લડુ છું બધી ખરાબીથી પરંતુ ભયભીત જરાય નથી હું 


સાગર કિનારે ક્યાં બેસતા આવડે છે મને,

લહેરોને માપું - તોલું હું પરતું ડુબતો જરાય નથી હું.


બધાને ગળે લગાવવું એ તો ફર્ઝ છે "નાના"નો,

બસ ! છું તમારા જેવો જ પરંતુ મસીહા જરાય નથી હું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy