STORYMIRROR

Devanand Jadav

Drama Fantasy

3.9  

Devanand Jadav

Drama Fantasy

સાંજની પ્રતિક્ષા

સાંજની પ્રતિક્ષા

1 min
1.4K


જોને આ સાંજ સરકતી ક્યાં સુધી જશે,

તૃષ્ણા આ તારી સળગતી ક્યાં સુધી જશે,


નિયતિ કહે છે એકમેકમાં સાવ સમી જવું,

ક્ષિતિજ વચ્ચે બળબળતી ક્યાં સુધી જશે,


કોઈ કહે કે ના કહે કંઈક તો ભેદ હશે જ,

જિંદગી સાવ જ અછડતી ક્યાં સુધી જશે,


પ્રતિક્ષા ઉછળતા મોજાઓ સમી હોય છે,

પાષાણ ભીતરે અથડાતી ક્યાં સુધી જશે,


છીએ આપણે બે દ્વિપોના પ્રવાસી 'કિરન',

મિલનની આશ અટકતી ક્યાં સુધી જશે?



Rate this content
Log in

Similar gujarati poem from Drama