STORYMIRROR

Devanand Jadav

Others

4  

Devanand Jadav

Others

ખબર છે તને

ખબર છે તને

1 min
315

હું મારામાં અકળને શોધું છું, ખબર છે તને !

મૃગજળમાં જળને શોધું છું, ખબર છે તને !


રેતના રણમાં લાગણીના બી અમે વાવી,

નિસાસાના પ્રહરને શોધું છું, ખબર છે તને !


અહીં દરિયાઓ ઉલેચી, હતી મોતીની આશ,

હવે ભરતીના છળને શોધું છું, ખબર છે તને !


જિંદગી વીતે છે જુઓ કેવી ભ્રામક “કિરન”

આયનાની નજર ને શોધું છું, ખબર છે તને !


બસ એટલી જ મથામણ છે દોસ્તો અમારી,

સુખ નામની પળને શોધું છું, ખબર છે તને !


Rate this content
Log in