STORYMIRROR

Devanand Jadav

Romance

4  

Devanand Jadav

Romance

આજીજી

આજીજી

1 min
259

આવ માવઠાની જેમ ભીંજવી જા મને,

ઓચિંતું વ્હાલ આપી નીતરી જા મને,


સાવ કોરુંકટ આ આયખુંને સ્મૃતિ તારી,

આવને હવે છલોછલ વિસ્તરી જા મને,


જો આપણે તો છેવાડાનાં બિંદુ બીજું શું,

લાગણીની ત્રિજ્યા તરફ દોરી જા મને,


તને યાદ હોય કે ના હોય અંગત ક્ષણો,

વાછટ ભીતરે સંકોરી ખોતરી જા મને,


કોઈ કેમ એ ભીનાશને ભૂલે ‘કિરન ‘ ?

તું વાત સઘળી ભૂલી મળતી જા મને.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Romance