STORYMIRROR

Devanand Jadav

Romance Others

4  

Devanand Jadav

Romance Others

હાંફી જવાયું

હાંફી જવાયું

1 min
387

હૃદય સુધી તમારા પહોંચતા,

કેટલું હાંફી જવાયું, સજન રે.

મનને અમારા સમજાવતા,

કેટલું થાકી જવાયું, સજન રે.


દિવસ રાત હવે તો સતત રહો છો,

તમે જહનમાં શું કરીએ ?

તમને પામવાની ઈચ્છામાં,

કેટલું કરમાઈ જવાયું, સજન રે.

 

બસ હવે તો આયનો જ મારી,

આભા છુપાવતો રહે છે જુઓ,

લાગણી ઓના આવેશમાં કેટલું,

શરમાઈ જવાયું, સજન રે.


તમે ધારો અને એજ બને,

એ જરૂરી નથી 'કિરન' એમ તો,

અરે નિસાસાના પ્રહરમાં,

કેટલું ભરમાઈ જવાયું, સજન રે.


અમે તો મૃગજળ જોઈને,

ભીનાશ ને શોધવા નીકળ્યા હતા,

સીધે રસ્તે રસ્તે પણ જુઓ,

કેટલું ભટકાઈ જવાયું, સજન રે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance