Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devanand Jadav

Others

4.0  

Devanand Jadav

Others

એ દોસ્ત

એ દોસ્ત

1 min
151


મુજને એ તો કહી દે, મારી ખતા શું છે દોસ્ત ?

અમે ચાહ્યા છે એ હદથી, સીમાડા શું છે દોસ્ત ?


ચલો એમ તો, અમારી કદર થશે મહેફિલમાં, 

ઉધારી છે જાત આખી, ઓછાવત્તા શું છે દોસ્ત ?


રહ્યા છીએ હજુયે યાદ તમને એના પુરાવા છે,

હથેળીના સ્પર્શો પૂછે છે, કહો સજા શું છે દોસ્ત ?


જિંદગીભર ઝૂરતો રહ્યો છું હું એજ તો દ્વિધામાં, 

સાલી, વિરહ પાછળની, વારતા શું છે દોસ્ત ?


આમ અમે ભેદ જાણી, ચૂપ રહ્યા છીએ 'કિરન'  

બસ તું જ જણાવ હવે આ વ્યથા શું છે દોસ્ત ?


Rate this content
Log in