STORYMIRROR

Devanand Jadav

Romance Others

4  

Devanand Jadav

Romance Others

અષાઢી મેહુલે

અષાઢી મેહુલે

1 min
609

આજ અષાઢી મેહુલે તને ભીંજી દઉં વ્હાલમાં, 

છલકી પડી બારેમેઘ લાગણી તારા ખ્યાલમાં.

 

અહીં એકલ આભને તારી યાદના સો સો વાદળ, 

નિઃશબ્દ ઝૂરે આ આયખું મારા આ પ્રવાસમાં.


કહે તો અબઘડી બોલાવી દઉં સો ઘોડાના રથ, 

જીદ અમારી કેમ ના સમજે છું કેટલો બેહાલમાં.

 

વરસી પડી કૈં કેટલી અશ્રુધારા ચોફેર જળબંબાકાર,

ક્યાં પડી અંટસ એ તો કહે આપણા સ્નેહના પ્રવાહમાં.

 

અટુલી છત્રી, ભરપૂર વાછટ 'ને કોરાકટ અમે "કિરન"

હવે તું જ એક મારો તારણહાર કહી દઉં છું ભાનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance