STORYMIRROR

Devanand Jadav

Romance

3  

Devanand Jadav

Romance

ચાહત

ચાહત

1 min
457


અમે તો ચાહતને કેવી જુઓ મીરાં બનાવી,

વાંસળીમાં વહે સૂરોની જુઓ વીણાં બનાવી,


હક છે તમને હવે અલિપ્ત રહી રિસાવાનો,

વ્હાલને અમે જૂઓ અશ્રુની સલીલા બનાવી,


કેટલા છુપાવીને રાખ્યા છે તમને જગથી,

રગોમાં દોડતા રક્તની જૂઓ શૂરા બનાવી,


આમ તો કશુયે ક્યાં સહી શકાય છે 'કિરન',

છતાયે લાગણીને અમે જૂઓ પીડા બનાવી,


ન ખુદની ફિકર છે અમને ના ખુદાની હવે,

જિંદગી લે હવે તને જૂઓ માશુકા બનાવી.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance