STORYMIRROR

Bindya Jani

Romance

3  

Bindya Jani

Romance

"હૈયાની વાત"

"હૈયાની વાત"

1 min
677


ન કહી શકાય કે ન સહી શકાય,

એવી હોય છે આપણા હૈયાની વાત.


કહું તો કોને કહું એવા વિચારમાં,

વિમાસણમાં મુકાઈ છે હૈયાની વાત.


ફરજ બજાવીને હક ન આવડે,

મનમાં અટવાઈ છે હૈયાની વાત.


લાગે છે જ્યારે નાજુક દિલને માઠું,

ને આવી જાય છે હોઠે હૈયાની વાત.


આંખો બોલે ને હોઠ બની જાય મૌન

ત્યારે મુંજાઈ જાય છે હૈયાની વાત.


મૌનની પરિભાષા ઉકેલવામાં જ,

સમાઈ જાય છે મારા હૈયાની વાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance