STORYMIRROR

Ghanshyam Parmar

Romance

3  

Ghanshyam Parmar

Romance

આત્માનો પ્રેમ - જાત સાથે

આત્માનો પ્રેમ - જાત સાથે

1 min
829


તારી જે જાત ઓ વ્હાલમ,

એ જ છે મારી જાત વ્હાલમ !


માલુમ કરે આત્માની જાત,

છે કોઈની ઓકાત ઓ વ્હાલમ ?


દિલ તો જન્મથી જ છે તારું,

આપવાનું તો દંભ છે વ્હાલમ !


જીવતર નકામું લાગે જાણે,

જબ તું ન હો સંગ ઓ વ્હાલમ !


ઇશ્ક કહેવાય કોને એ ન જાણું !

તુજથી છે એ જાણું વ્હાલમ !


લાગે ભીતર ખુદા છે આવ્યાં,

ગર તુ બેસે પાસ ઓ વ્હાલમ !


આરંભનું જીવતર જે હતુ,

તારી જ રાહમાં ઓ વ્હાલમ !


તારા આવ્યાં બાદ હવે લાગે,

નથી ખાલીપા જેવું કાઈ વ્હાલમ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance