STORYMIRROR

Ghanshyam Parmar

Others

3  

Ghanshyam Parmar

Others

ના કર જીદ

ના કર જીદ

1 min
1.0K


આ બાળને ઇરછા છે ઘણી ; જલ્દી મોટા થવાની,

એ ક્યાં જાણે છે જીવતાં જીવ જાન ચાલી જવાની.


હાલત જે મારી છે બચ્ચા એ જ તારી થવાની,

પ્રેમ, નફરત, સબંધથી જિંદગી ભરાઈ જવાની.


ભાવીમાં જ્યારે કોઈ વ્યક્તિ તારી પોતાની થવાની,

અચુક એમની ત્યારે તને પુરી માયા લાગી જવાની.


જ્યારે જ્યારે ક્યારેક એ તારાથી થોડી દૂર થવાની,

એની સાથે તારી બધી ખુશીઓ પણ દૂર જવાની.


એટલે જ કહું બાળ છોડ જીદ તું હવે મોટા થવાની,

જીંદગી મારી જાય ; શાયદ એવી જ તારી જવાની.


"આરંભ"ને પણ હતી ઇરછા ઘણાં મોટુ થવાની,

ન'તી ખબર થઈ મોટા ખલિપામાં જીંદગી જવાની.


Rate this content
Log in