મરીઝ-એ-ઇશ્ક
મરીઝ-એ-ઇશ્ક
1 min
703
તારા પ્રેમને પામી મારે જીવન સાર્થક કરવું છે,
તારાથી મારા આ દિલને બસ સરભર થવું છે !
મારે બસ મારૂં આ જીવન કુરબાન કરવું છે,
દિલને તારી કાતિલ આંખોનો શિકાર થવું છે !
સામાન્ય વ્યક્તિ મટી ખુદને ખુદા હવે કરવો છે,
ઇશને પણ દુર્લભ એવું મરીઝ-એ-ઇશ્ક થવું છે.
મારા આ હ્દયને કોઈની રાહ જોતું કરવું છે,
દિલને એક સેકન્ડમાં અનેક વાર ધબકતું થવું છે.
મારા જીવનને મારે ખુદ ઠેસ યુક્ત કરવું છે,
મરવું જ છે "આરંભ" તો કોઈ સ્વજન ના હાથે !

