નશીલી આંખો...
નશીલી આંખો...
જ્યારે પહેલીવાર મેં એની આંખની કીકી જોઈ,
એની એ ચાંદનીમાં બેઠો હું મારી જાતને ખોઈ.
જ્યારે એનાં ચેહરાની પ્રથમ વખત સુંદરતા જોઈ,
લાગ્યું આ વિશ્વમાં નથી ને ટક્કર આપે એવું કોઈ.
ભગવાને એને બનાવ્યા બાદ.....લાગે એને જોઈ,
સુંદર રચનાનાં કારોબાર પરથી હાથ નાખ્યા છે ધોઈ.
જ્યારે જ્યારે મે એનાં ઝુલ્ફો કેરી લટ ઊડતી જોઈ,
ત્યારે ને ત્યાંજ બેઠો હું મારા મનડાને મોહી.
જ્યારે ક્યારેક "આરંભ" ને પૂછે છે એનાં વિશે કોઈ,
સંભાળનાર સાંભળી તરત બેસે છે પોત-મનને ખોઈ.

