STORYMIRROR

Purnendu Desai

Romance

4  

Purnendu Desai

Romance

લાગણી

લાગણી

1 min
274

લાગણીઓ ક્યારેક, નદીના વહેણ જેવી થઈ જાય છે,

ઉદગમથી એકવાર નીકળે તો મંઝિલે પહોંચી જ જાય છે,


નથી મળતી મંઝિલ એ નદીને, જે વચ્ચે દમ તોડી જાય છે,

વહે જો એ સતત તો, દરિયો પણ મળવા અધિરો થાય છે,


વહેણ ઘણા ભૂગર્ભમાં જ વહી, મંઝિલને પામી જાય છે

જેમ સંબંધો પણ ઘણા આમ, ચૂપચાપ નીભાવી જાય છે,


અગત્યનું છે વહેવું નિરંતર, નિયતિ જ્યાં લઈ જાય છે,

મજા સફરની છે, મંઝિલ તો આપોઆપ મળી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance