STORYMIRROR

amita shukla

Romance Inspirational Others

4  

amita shukla

Romance Inspirational Others

તું મારો વરસાદ

તું મારો વરસાદ

1 min
300

હું ભીંજાણી અંતરમનથી,

ફોરાં જેવા શબ્દોનાં વરસાદથી,

પાંપણ પર લટક્યું બિંદુ,

તારાં પ્રેમમાં વિલીન થયું,

હોઠો પર આવ્યું હલકું સ્મિતને,

લાગણી જોઈ લપસી પડ્યું,

કેશમાં ગૂંથયા મોતી શા ઝાકળ,

સંવેદનાનાં સંગીતથી સરી પડ્યાં,

નાકની નથણી વીંઝણો ઢાળતી,

આભેથી વરસાદ ઝૂમી ઉઠ્યો,

કંગનનાં રણકાર સમ જામે,

ટીપ ટીપ બૂંદોનું મેઘ મલ્હાર,

ચોમાસામાં રંગો સર્જે સપ્તરંગી આકાશ,

તારાં વગર શું હું પલળું ? તુંજ મારો વરસાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance