વરસાદ
વરસાદ
વરસાદી આ મોસમમાં મન એવું વરસ્યું...
બેધડક આગમાં જે વરસોવરસ સળગ્યું...
ભાવ પણ આજે અત્તરનાં એવા તો ગગડ્યાં..
આલિંગન જ્યારે વરસાદે માટીને આપ્યું...
બેશુમાર પ્રેમનો પુરાવો જો જોઈએ....
કડકડતી એ વીજળી નજારો છે આપ્યો..
હસતું એ આકાશ ને થનગનતા એ વાદળ...
ઝૂમી ઊઠી ધરતી ફરી બની ઉપવન...
આ વરસાદી મોસમ...

