યાદોની ઋતુ
યાદોની ઋતુ
ધરતી આકાશનું મિલન થાય છે,
વર્ષાની બુંદથી પ્રેમ સ્પર્શ થઈ છે,
પ્રિયતમના પ્રેમમાં ધરતી ભીંજાય છે,
એકરૂપ બની લીલી ચૂંદડી ઓઢાય છે,
પ્રેમની સુગંધ માટીમાં સમાય છે,
ચારેબાજુ બસ પ્રેમ જ રેલાય છે,
દિલમાં આંસુનું બવંડર રચાય છે,
આજતો આકાશ ઘનઘોર થાય છે,
તારી યાદની વીજળી ભીતર ચીરે છે,
વીજના ચમકારા તો હૈંયા વીંધે છે,
પ્રેમની વર્ષામાં હું સતત તડપું છું,
મારી સાથે આજે વાદળો પણ રડે છે.

