ટાઈપિંગ ટાઈપિંગ
ટાઈપિંગ ટાઈપિંગ
ફેસબુકની દોસ્તી દિલના દ્વારે પહોંચી,
ટાઈપિંગ ટાઈપિંગથી ઓયે સુધી પહોંચી,
મેસેન્જરની રિંગ કાન સુધી રણકી,
રિંગના સાંભળી હું પળ પળ જલતી,
લાસ્ટ સીન તો વારંવાર ચેક કરતી,
ઓનલાઈન પ્રેમમાં ઇનસિક્યોરિટી વધતી,
ફેસબુકને મારો જેમ્સ બોન્ડ બનાવતી,
નજર રાખવા તારું ફ્રેન્ડલિસ્ટ ખંગાળતી.

