સાંજ ઢળતી
સાંજ ઢળતી
સાંજ ઢળતી મને બહુ ગમતી,
ઝરૂખે ઊભેલી તારી યાદ ગમતી,
આછા અજવાળે રંગ રેલતી,
ઝરૂખે પ્રેમની લતા જો બાંધતી,
તને જોવાની રોજ આશ જાગતી,
ઝરૂખે તારામાં રોજ બંધાતી,
કળીમાંથી જાણે પુષ્પ બનતી,
ઝરૂખે તારા દીદારમાં એવી જ ખીલતી,
ઝરૂખે આવવાના બહાના શોધતી,
ઝરૂખે સ્વર્ગની અનુભૂતિ કરતી.

