STORYMIRROR

Nirali Shah

Romance

4  

Nirali Shah

Romance

ભીંજાવું તારી યાદમાં

ભીંજાવું તારી યાદમાં

1 min
302

ભીંજાય ભલે બધા વરસાદમાં,

હું તો ભીંજાવું તારી યાદમાં,


છો તણાય ઘરો ને ખેતરો આ વરસાદી પૂરમાં

હું તો છું તણાઈ તારી લાગણીઓનાં પૂરમાં,


થઈ રહ્યા ભલે આભમાં વીજળીનાં ચમકારા,

હું તો ચમકું છું તારા હાથે ભરાયેલા સિંદૂરમાં,


થયા છે લોકો તરબતર આ ભીની માટીની સુગંધમાં,

હું તો થાઉં તરબતર તારા આગમનની સુગંધમાં,


ઘેલા થયા છે લોકો આ પહેલા વરસાદની હેલીમાં

હું તો થઈ ઘેલી તારી હાસ્યની હેલીમાં. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance