STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Romance

4  

રોનક જોષી 'રાહગીર'

Romance

પ્રેમ સમજાશે ક્યારે ?

પ્રેમ સમજાશે ક્યારે ?

1 min
265

પ્રેમ સમજાશે ક્યારે???


વિરહની આ વેદના ભરી યાદ અટકશે ક્યારે?

રાધા સંગ કાન એકબીજાના થઈ જીવશે ક્યારે?


પ્રેમનું નામ હું આપી દઉં ભવોભવનો સાથ,

તો રાધા-કૃષ્ણનો પ્રેમ સાચો બનશે  ક્યારે?


આકાશ-પાતાળ એક કરી બતાવું પ્રેમ માટે,

પણ પ્રેમની પરિભાષા લોકો સમજશે ક્યારે?


તાજમહેલ બંધાવું કે રાધા-કૃષ્ણનું મંદિર,

દૂર રહીને ખરેખર સાથ નિભાવશે ક્યારે?


પ્રેમની માયાજાળમાં ફસાવી હવસના શિકાર બનાવનાર સામે,

હવસના શિકારીનો નાશ કરવા કૃષ્ણ ચક્ર છોડશે ક્યારે?


Rate this content
Log in

Similar gujarati poem from Romance