છત્રીની તો ઐસીતૈસી
છત્રીની તો ઐસીતૈસી
સુપડાધારે વર્ષા વરસે છત્રીની તો ઐસીતૈસી,
ભીંજાવા આ દિલડું હરખે છત્રીની તો ઐસીતૈસી,
મન મૂકીને મેઘો જામ્યો ઘરણી નાચે નાચે વૃક્ષો,
હૈયામાં ચોમાસું છલકે છત્રીની તો ઐસીતૈસી,
વરસાદી છાંટા લાગે છે અમને સાકર કેરા ફોરાં
સાજણ કેવો મનમાં મલકે છત્રીની તો ઐસીતૈસી,
ખીલી ઊઠી ધરતી આખી લાગે એ તો દુલ્હન જેવી,
આકાશે છો ને વીજ ચમકે છત્રીની તો ઐસી તૈસી,
ખુલ્લાં નભની નીચે નખશિખ ભીંજાવું છે આજે મારે,
આડશ સધળી મનને ખટકે છત્રીની તો ઐસીતૈસી.

