STORYMIRROR

Vidhi vanjara "radhi"

Romance

4  

Vidhi vanjara "radhi"

Romance

નીંદર ભૂલી પડી છે...

નીંદર ભૂલી પડી છે...

1 min
161

આ ઊંઘને કહો ને કોઈ રંગીન સપનાનું સરનામું,

કાળી અંધારી રાતમાં જો, નીંદર ભૂલી પડી છે,


મુકામ વિનાની જિંદગી અને તારું હસતું મુખડું,

જો તો ખરી ! કેટકેટલીય મુસીબતો મને નડી છે,


ઝાંખી પડે અપ્સરા પણ એના રૂપનાં સાગર સામે,

દરેક બોલ્યાં, ઈશ્વરે એને ખૂબ ફુરસદમાં ઘડી છે,


અડચણો સામે ડગમગી જાય છે મારું કાળજું,

સંજોગો કડવાં કારેલાં જેવાં ને એ બહું ગળી છે,


રોજ સતાવે, ને પછી લલચાવે, લથડી પડે હૈયું,

એનાં સિવાય ક્યાં દેખાઈ કંઈ ? આંખ પણ ખરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance