લીલા લહેરમાં
લીલા લહેરમાં
દફનાવી દીધી તમામ ખુશીઓ પેલા વાદળમાં,
જે આવીને વરસસે વ્હાલથી તારાં શહેરમાં,
ઓશિકું એક છે કે જે ક્યારેય સૂકાતું જ નથી,
દુનિયા આખી સમજે, ભાઈ લીલા લહેરમાં,
પેલા કલ્પનાનાં ચિત્રો એટલાં રંગીન હતાં કે,
જો ને જીવન આખુંય વીત્યું તુજ કહેણમાં,
સફર તો ઠીક પણ નાવ હતી પણ અદ્ભૂત,
મને પણ કશી જ શંકા ન લાગી વહેણમાં,
સપનાં જોયાં હતાં ખુશહાલ આશિયાનાના,
પણ અહીં તો ઠેકાણાં જ નથી પ્રવેશમાં.
- વિધિ વણજારા "રાધિ"

