STORYMIRROR

Vidhi vanjara "radhi"

Classics

3  

Vidhi vanjara "radhi"

Classics

નશો ચડ્યો

નશો ચડ્યો

1 min
187

નશો ચડયો ભાઈ નશો ચડ્યો,

પ્રકૃતિનો ગજ્જબ નશો ચડ્યો,


ગિરનારના ખોળે, જગથી દૂર,

નેટ ને ફોન વિના નશો ચડ્યો,


વાદળોની વચ્ચે, મેહની ધારે,

કુદરતને આશરે નશો ચડ્યો,


વર્ષો પછી જાણે જો, સ્વર્ગમાં,

ભીના ભીના દેહે નશો ચડ્યો,


ગિરનાર, વરસાદ, પાણી ને,

વાદળો, બીજું જોઈએ જ શું ?


એકાંતમાં દુનિયાથી ગુમનામ,

આનંદનો અનેરો નશો ચડ્યો,


હૂંફાળો ગિરનારી કાવો, પણ,

ચ્હાની ચાહનો આ નશો ચડ્યો,


ઝરણાં, પ્રકૃતિનો શણગાર,

વળગાડ એવો કે નશો ચડ્યો,


હવે કંઈ જ ન જોઈએ, બસ, 

હવે ગિરનારનો નશો ચડ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics