STORYMIRROR

Vidhi vanjara "radhi"

Romance Inspirational

4  

Vidhi vanjara "radhi"

Romance Inspirational

હું ખુશ છું

હું ખુશ છું

1 min
240

પ્રભુ, વિચાર્યા વગર જ માંગી લીધું ઘણું,

તારો ઉપકાર બસ એટલો કે હું ખુશ છું,


સ્વપ્નેય જેણે મારું સારું ન જ વિચાર્યું,

ખુશ રાખજે એને'ય જેટલો હું ખુશ છું,


સ્પર્ધામાં થોડાં પોતાનાં, થોડાં અજાણ્યાં,

નસીબ જો, સહુથી પહેલો હું ખુશ છું,


દુનિયાથી અલગ બનવાનો શોખ હતો,

તેથી એકલતામાં પણ કેટલો હું ખુશ છું !


સુવિધા નથી તો નથી, ધન નથી તો નથી,

આત્માને તો એક જ સંતોષ હું ખુશ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance