STORYMIRROR

Vidhi vanjara "radhi"

Inspirational Thriller

4  

Vidhi vanjara "radhi"

Inspirational Thriller

લાગણી કાફી છે

લાગણી કાફી છે

1 min
339

જરૂરી ક્યાં છે મદિરાનું હોવું ? લાગણી કાફી છે,

પણ અમસ્તાં જ લોકોએ તો લાગણી માપી છે.


પર્વતની વચ્ચેથી જાણે એકાદી ક્ષણ નીકળી છે,

રસ્તાઓમાં ખામી છે એટલે જ તો નદી હાંફી છે.


હતી જ નહીં ઈચ્છા કે તું મારી આસપાસ રહે,

એકાદ ક્ષણ નહીં તારા વિના જિંદગી બાકી છે.


જરૂરીયાત ખુલ્લી હવામાં નિરાંતનો શ્વાસ ઝંખે,

પણ લોકોએ કહી દીધું મારી માંગણી ઝાઝી છે.


નિષ્ફળતા જોઈ લોકો હસ્યાં, મુજ નયન ચમકે,

કારણકે જીવનની બાકી થોડી ક્ષણો ભાળી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational