STORYMIRROR

Vidhi vanjara "radhi"

Tragedy Inspirational Others

4  

Vidhi vanjara "radhi"

Tragedy Inspirational Others

બહું અઘરું પડ્યું

બહું અઘરું પડ્યું

1 min
329

મારા દુઃખને પણ કારમા દુઃખનું બહુ ખોટું લાગ્યું,

સપનામાં પણ સુખનું બંધારણ બહું અઘરું પડ્યું,


આઘાતો સહેવાની શક્તિ ને ધીરજ ખૂટી પડી,

પણ આત્મમંથન કરવાનું તો બહું અઘરું પડ્યું,


કહેવાતાં શુભચિંતક આવીઆવીને ચિંતા જગાડે,

ને પછી પેલી ચિતાને બળવાનું બહું અઘરું પડ્યું,


સીતા તો સતી હતી જે આપી ગઈ અગ્નિપરીક્ષા,

મને શંકાનાં વહેણમાં તરવાનું બહું અઘરું પડ્યું,


નજર એક ઘરમાં શું કરી ? સાહસ ઢીલું પડ્યું,

હામ ખોયેલાને મધદરિયે જવું બહુ અઘરું પડ્યું,


શાંતિથી જીવવાની એક જ માંગ કરી હતી મેં,

પણ ઈશ્વરને મૃત્યુ આપવાનું બહું અઘરું પડ્યું !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy