STORYMIRROR

Vidhi vanjara "radhi"

Romance Inspirational Thriller

4  

Vidhi vanjara "radhi"

Romance Inspirational Thriller

ગીરનાર બોલાવે

ગીરનાર બોલાવે

1 min
170

સૂમસામ થઈ ગયું નગર, રઘવાયુ છે ભીતર,

કાળાં ઘેરાયેલા વાદળ આડે ગીરનાર બોલાવે,


શાંતિ, પ્રેમ, સૌંદર્ય અને પ્રકૃતિનો અફાટ ધૂણો,

દત્તાત્રેયના શિખરેથી આજે ગીરનાર બોલાવે,


નથી સંબંધી કે નથી મિત્ર, નથી પરિવાર તોયે,

બીજું કોઈ નહીં પોતે જાતે ગીરનાર બોલાવે,


તું સંસારી છો કે પછી છો કોઈ દ્રઢ વૈરાગી ?

અમાપ સૌંદર્યતાના વ્હાલે ગીરનાર બોલાવે,


તું ઊભો છે શીદને ? રાહ જુએ છે કોની હે ?

વરસતાં સ્નેહભીના સાદે ગીરનાર બોલાવે,


પથરાઈ છે તુજ આગમને લીલી જાજમ,

ઓઢ્યો શણગાર જ્યારે ગીરનાર બોલાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance