મળે ગુરૂ
મળે ગુરૂ
બની જાઉં જો અર્જુન તો,
કુરુક્ષેત્રમાં પણ મળે ગુરૂ,
એકલવ્ય નજરે જો જોઉં,
પાષાણમાં પણ મળે ગુરૂ,
તેજસ્વી એક નવયુવાનને,
રામકૃષ્ણમાં પણ મળે ગુરૂ,
શિવાજી જેમ સમજી લો,
તો માતામાં પણ મળે ગુરૂ,
એક વખત માની તો જુવો,
આત્મામાં પણ મળે ગુરૂ.
