STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance

4  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

લાગણી

લાગણી

1 min
319

શુદ્ધ ભેળસેળ રહિત છે તારાં માટેની લાગણી,

રાખી લે હૃદયમાં તારાં, ના કર તું એની કાપણી,


તું કહે તો આપી દઉં મારુ આખુંય જીવન તને,

કરવી હોય તો કર ને હવે કંઈક એવી તું માંગણી,


આખું પુસ્તક વાંચ્યું નહીં તે, ફેરવી ખાલી નજર,

કરી કરીને અધૂરી કરી છે તે સંબંધની આકારણી,


ચોમાસે કદી ભીંજાયું નહીં ને શિયાળે તાપ રહ્યો,

બસ આટલી જ રહી છે મારી મોસમની સારણી,


તે કરેલો મળવાનો વાયદો જરા પણ ભૂલ્યો નથી,

હું રાહમાં બેઠો છું ત્યાં જ હજુ બાંધીને છાવણી !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Romance