STORYMIRROR

nidhi nihan

Romance Inspirational Others

4  

nidhi nihan

Romance Inspirational Others

મેઘ સ્વાગતા

મેઘ સ્વાગતા

1 min
168

સોળે કળાએ ખીલ્યો મોર દીઠો

ને ગોરંભાયા છે આકાશે વાદળ,


ઝરમર ઝરમર જરા આદર થયો

પ્રસરી ચોમેર મીઠી માટીની સુગંધ,


હળવા પવન સંગ નાચતા વૃક્ષો

પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ચાદર,


ભીંજાતી પ્રથમ વર્ષામાં પ્રેમિકા

ને પ્રેમી બનતો અલ્લડ શાયર,


કાગળની નાવ છે બનાવીને

ઉધાડા ડીલે ઉછળતા બાળ,


તપતી ધરાને આપી છે ટાઢક

મન મૂકી હવે વરસો વરસાદ,


છલકાઈ જાય નદી તળાવો

સાંજ હૃદયની છે એ આશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance