આંખોની અટારી
આંખોની અટારી
આંખની અટારીએથી મંદ મીઠા ઈશારા,
આંખ્યું જરી મળી કે બંધાયા સેતુમાં પલકારા.
ઢાળી છે પાંપણ ને, કર્યા છે તમને નજરબંધ.
આછા આછા ઘવાય છે આ તીરથી પ્રેમના બંધન.
દિલમાં ઉતારે ધીમે ધીમે, આંખોના અજવાળે,
જાદુ માંડે, અજબગજબનો, ધીમે હળવે હળવે.
બંધ આંખો પણ ખોલે જાણે શબ્દોનો પીટારો,
ઘણું ય કહી ગઈ ચુપકીદી આ, વર્તાયો સથવારો.
આંખો ખુલતી જાણે કળી ઓ ધીમે ધીમે ખીલતી,
શબ્દો ખુટ્યા, નયનો બોલ્યા .. આ પ્રેમ નહી તો બીજું શું બાવરી?

