STORYMIRROR

Arth Naik

Others Romance

3  

Arth Naik

Others Romance

તમારી આંખમાં વસ્યા કરું

તમારી આંખમાં વસ્યા કરું

1 min
552


હું તમારી આંખમાં વસ્યા કરું

હું તમારા દેહમાં જીવ્યા કરું


રોજ થાતો મેળ બંને પુષ્પનો

હું બની સુગંધને જીવ્યા કરું


રાગ મલ્હારે તમે છો વાગતા,

હું તમારા રાગને ગાયા કરું.


આ પથકમાં ફૂલ જેવા છો તમે,

રોજ હું એ ફૂલથી રમ્યા કરું.


આંખ કાજળ લાગતા રાધા તણા,

હું બની એ વાંસળી વાગ્યા કરું.


છો સરોવરમાં રહેલા જળકમળ,

હું બની ભમરો તરસ રાખ્યા કરું.


અંગ કેરા જીવના છો શ્વાસમાં,

શ્વાસના એ "અર્થ" ને પામ્યા કરું.


Rate this content
Log in