STORYMIRROR

Arth Naik

Inspirational Others

3  

Arth Naik

Inspirational Others

રામ થી તો ક્યાં અહીં રે'વાય છે

રામ થી તો ક્યાં અહીં રે'વાય છે

1 min
1.0K


રામથી તો ક્યાં અહીં રે'વાય છે

જ્યાં સજાથી પંડિતો પીડાય છે

રાહ જોતી માનવીની આશ મા

આવકારો આંખમાં છલકાય છે


લાશના યુગો અહીં દેખાય છે

પથ્થરો માટે અહીં ખેલાય છે

શી ખબર કે કયા જશે આ માનવી

ધર્મ નામે રક્ત તો રેલાય છે


માન લેવા જાન તો લેવાય છે

પથ્થરો ને શ્રીહરી કે'વાય છે

કોણ જાણે ક્યાં અટકશે આ જગત

આ ભૂમી પર રોજ દંગા થાય છે


ભાવ લેવા ભાવને પીવાય છે

રોજ જાણે કોણ અંતે જાય છે

ખાતમાને આવરે છે જિંદગી

તોય નેતા રોજ પૈસો ખાય છે


હું હરી કે'નાર એતો કાન છે

શીત જાણે એ ફરી ક્યાં જાય છે

આશ માતો મુકતો એ શ્રીહરી

આ સમયમા એજ છુપી જાય છે


જીવ મારો આજ તો દુભાય છે

પથ્થરોમાં શ્વાસતો ઘોંઘાય છે

સત્યમાં તો લેખ આપું છું હરી

"અર્થ" નામે એ અહીં દેવાય છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational