STORYMIRROR

Arth Naik

Others

4  

Arth Naik

Others

રાખમાંથી જીવન

રાખમાંથી જીવન

1 min
298


રાખમાંથી થાય જીવન જીવતું

છે હકીકત એ રહ્યું છે પીંજરું

નામની તો ક્યાં રહી છે જિંદગી

લોભ નામે એક પંખી જીવતું


દેહ એનું લોભ નામે જીવતું

સુખ દાનવ ભોગ સૌને ખેંચતું

શોધતા છે પણ જગા જડતી નથી

ક્યાં ખબર કે શીત છે એ જીવડું


રોજેરોજ બૂમ માનવ સાંભળું

દુઃખનું છે આજ એનું ગામડું

શોધતા છે પણ જગા જડતી નથી

ક્યાં હશે કેવું હશે એ ગામડું


કોણ જાણે જશ્ન શેના કામનું

રોજેરોજ એ મનાવે જામનું

દુઃખ છે તોયે મજાની જિંદગી

આજ જીવન છે ખરેખર કામનું ?


કોણ દોશી છે અને ક્યાં બેસતું

જીવ એનું છે ગમે ત્યાં પેસતું

હા ખબર છે ક્યાં જશે આ માનવી

તોય પાછું જામને એ સેવતું


સામગ્રીને રેટ આપો
લોગિન